નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ કોંગ્રેસના બળવાખોર નેતા સુરેશ ધાકડની પુત્રી રાજસ્થાનના બારન જિલ્લામાં શુક્રવારે મૃત અવસ્થામાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પરિવારજનોએ મૃતકના પતિ અને સાસરિયા પર દહેજ હત્યાનો આરોપ લગાવ્યો છે.


કેલવારા પોલીસ સ્ટેશનના એસએચઓ નંદ સિંહે જણાવ્યું કે, બાસખેડા ગમમાં જ્યોતિ બાઇ (ઉ.24) તેના પતિના ઘરમાં મૃત હાલતમાં મળી હોવાની સૂચના મળી હતી. જ્યોતિ ભાઈ મધ્ય પ્રદેશના ધારાસભ્ય સુરેશ ધાકડની દીકરી છે.


જ્યોતિ બાઈના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેનો પતિ જય સિંહ ડોક્ટર છે. મૃતકના ગળા પર નિશાન મળી આવ્યા છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.


પોલીસ અધિકારના જણાવ્યા મુજબ, જ્યોતિ બાઈના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના પતિ અને ત્રણ સંબંધીને આરોપી ગણાવવામાં આવ્યા છે.


સુરેશ ધાકડ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે અને કમલનાથ સરકાર સામે બળવો કરનારા 22 ધારાસભ્યો પૈકીના એક છે.