નવી દિલ્હી: મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં ગઈ કાલે મોડી રાતે ટ્રક પલટી જતાં 5 પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 13 શ્રમિકોના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ શ્રમિકો હૈદરાબાદથી કેરનીના ટ્રકમાં છૂપાઈને ઉત્તર પ્રદેશના ઝાંસી જઈ રહ્યાં હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, લૉકડાઉનના કારણે પરિવહનની વ્યવસ્થા ન હોવાથી આ શ્રમિકો કેરી ભરેલા ટ્રકમાં છૂપાઈને હૈદરાબાદથી ઝાંસી જઈ રહ્યાં હતા, ત્યારે નરસિંહપુર જિલ્લાના પાઠા ગામ પાસે ટ્રકે કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી અને આ ઘટનામાં પાંચ મજૂરોના મોત થઈ ગયા હતા. ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે ઘાયલ છે જેમની સારવાર જબલપુરમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અન્યા 11 ઈજાગ્રસ્તોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
ઘાયલ મજૂરોમાંથી એકને કેટલાક દિવસ પહેલા સર્દી ખાસી થતાં મૃતકો સહિત તમામના કોરોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર એસપીએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. કલેક્ટરને આ ઘટનામાં પાંચ મજૂરોના મોતની પુષ્ટી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શુક્રવારે સવારે ટ્રેક પર ઉંઘી રહેલા મજૂરો પર ટ્રેન ચડી જતા 16નાં મોત થયા હતા. ટ્રેકના રસ્તે જઈ રહેલા મજૂરો માલગાડીની અડફેટે આવી ગયા.
મધ્યપ્રદેશ: ટ્રક પલટી જતાં હૈદરાબાદથી યૂપી જઈ રહેલા 5 શ્રમિકોના મોત, 13 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2020 08:04 AM (IST)
લૉકડાઉનના કારણે પરિવહનની વ્યવસ્થા ન હોવાથી આ શ્રમિકો કેરી ભરેલા ટ્રકમાં છૂપાઈને હૈદરાબાદથી ઝાંસી જઈ રહ્યાં હતા,
- - - - - - - - - Advertisement - - - - - - - - -