મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને કયા રાજ્યના બનાવ્યા ગર્વનર ? જાણો વિગત
abpasmita.in | 20 Jul 2019 01:37 PM (IST)
મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં જગદીર ધનકર અને ત્રીપુરામાં રમેશ બાઈસ રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળશે.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં ઘણાં રાજ્યપાલની ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ અંતર્ગત મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં જગદીર ધનકર અને ત્રીપુરામાં રમેશ બાઈસ રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળશે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે અને હવે તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ બનશે. જ્યારે બિહારમાં રાજ્યપાલ તરીકેનો ચાર્જ પધુ ચૌહાણ સંભાળશે. મહત્વની વાત છે કે, થોડા દિવસ પહેલા જ ગુજરાતના ગર્વનગરની પણ નિમણૂંક કરવાવી હતી. નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પર આપવામાં આવી છે. નોંધનીય છે કે, નિયુક્તિઓ એ તારીખોથી પ્રભાવી થશે જ્યારે તેઓ પોતાના સંબંધિત કાર્યાલયોનો પ્રભાર ગ્રહણ કરે છે.