ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યોએ એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે તે કોઈ પણ સ્થિતિમાં સિંધિયા સાથે છે. તેઓએ કમલનાથની સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેમને સાંભળવામાં આવતા નહોતા.
સિંધિયા સાથે કૉંગ્રેસના 22 ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે. જો કે આ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરવામાં આવ્યું નથી. રાજ્યપાલે માત્ર 6 મંત્રીઓને પદ પરથી હટાવી દીધા છે. જો તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેવામાં આવશે તો મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર અલ્પમતમાં આવી જશે. રાજીનામું સ્વીકાર કરતા પહેલા વિધાનસભા સ્પીકર ધારાસભ્યો સાથે વાતચીત કરશે તેના બાદ નિર્ણય લેશે.
આ પહેલા મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી હતી અને એક પત્ર સોંપ્યો હતો. અને રાજકીય સ્થિતિ અંગે જાણ કરી હતી. સાથે કમલનાથે ભાજપ પર ધારાસભ્યોનું હૉર્સટ્રેન્ડિંગનો આરોપ લગાવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ દ્વારા આગામી સત્રમાં ફ્લોર ટેસ્ટ કરવાની માંગ કરી હતી.