ભોપાલ: મધ્યપ્રદેશના ઇતિહાસમાં પહેલી વાર પોલીસ વિભાગનો જવાન ફરજ દરમિયાન મૃત્યુ થશે તો તેને શહિદ માનવામાં આવશે અને તેના પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રકમ  આપવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ પોલીસ હેડ ઓફિસના પ્રસ્તાવનો રાજ્ય સરકારે પણ મંજૂરી આપી દીધી છે.


ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરતા કહ્યું હતું કે પોલીસનો કોઈ પણ જવાન ડ્યૂટી દરમિયાન શહીદ થશે તો તેના પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રકમ આપવામાં આવશે.આ પહેલીવાર છે કે સરકાર એક કરોડની આર્થિક સહાયતા પોલીસ જવાનોના પરિજનોને આપવા જઈ રહી છે.