નવી દિલ્હી: ભીમા-કોરેગાવ હિંસા મામલે થોડા દિવસો પહેલા થયેલી પાંચની ધરપકડ બાદ એક ચૌંકાવનારો ખુલાસો થયો છે. વડાપ્રાધન નરેન્દ્ર મોદીને રાજીવ ગાંધીની જેમ મારવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. પૂણે પોલીસે આજે સત્ર અદાલતમાં જણાવ્યું કે પ્રતિબંધિત માઓવાદીના સંબંધના આરોપમાં ધરપકડ થયેલા પાંચ શખ્સમાંથી એક ના ઘરેથી કથિત રીતે એક પત્ર મળી આવ્યો છે. જેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માઓવાદી વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડનું ષડયંત્ર રચી રહ્યા છે.


વકીલ ઉજ્જવલ નિકમે કોર્ટને કહ્યું કે ધરપકડ કરેલા પાંચ દલિત કાર્યકર્તાઓમાંથી એકના દિલ્હીમાં રોના વિલસનના ઘરે મળેલા પત્રમાં એમ-4 રાઇફલ અને બુલેટ ખરીદવા માટે આઠ કરોડ રૂપિયાની જરૂર હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે તેમાં વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

18 એપ્રિલે રોણા જેકબ દ્વારા કૉમરેડ પ્રકાશને લખેલી ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે, હિંદૂ ફાસિસ્ટને હરાવવું હવે ખૂબજ જરૂરી બની ગયું છે. મોદીની આગેવાનીમાં હિંદૂ ફાસિસ્ટ ખૂબજ ઝડપથી આગળ વધી રહ્યું છે. એવામાં તેને રોકવું જરૂરી બની ગયું છે. બિહાર, પશ્ચિમ બંગાળ જેવા મોટા મોટા રાજ્યોમાં હાર બાદ મોદીએ દેશના 15 રાજ્યોમાં ભાજપે સત્તા મેળવી લીધી છે. જો આવી રીતે આગળ વધશે તો માઓવાદી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે.

ખેડૂત અને સીનિયર કૉમરેડ્સે મોદી રાજને રોકવા માટો મોટું પ્લાન ઘડવાનું વિચાર્યું છે. અમે વધુ એક રાજીવ ગાંધી કાંડ વિશે વિચારી રહ્યાં છે. આ એક આત્મઘાતી પગલું હશે અને તેમાં નિષ્ફળ જવાની સંભાવના વધારે છે. પરંતુ પાર્ટીને તેના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. પીએમ મોદીના રોડ શો ને ટાર્ગેટ કરવું એક સારી પ્લાનિંગ હોઇ શકે છે.

આ પત્ર પરથી સ્પષ્ટ છે કે વધુ એક રાજીવ ગાંધી કાંડ એટલે કે વડાપ્રધાની હત્યાનું કાવતરૂ રચવામા આવી રહ્યું છે. પૂણે પોલીસે આ વાતને લઈને ખુલાસો કરી દીધો છે.

આ મુદ્દે સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે જો આ પ્રકારના પત્ર કે કોઇ મામલો સામે આવ્યો છે તો તેની તપાસ થવી જોઈએ.

જણાવી દઇએ કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 1991માં તમિલનાડુમાં એક સ્યુસાઇડ બોમ્બરથી હત્યા કરવામાં આવી હતી.