નવી દિલ્હીઃ કોરોનાવાયરરસના કારણે જાહેર થયેલા લોકડાઉનના કારણે લોકો ઘરોમાં ભરાયેલા છે ત્યારે દિલ્હીમાં આજે સાંજે ભૂકંપના આંચકા આવતાં લોકો ફફડી ગયાં હતાં. દિલ્હી તથા નેશનલ કેપિટલ રીજિયન (એનસીઆર) વિસ્તારમાં રવિવારે સાંજે રીક્ટર સેક્લ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.



થોડીક સેંકડો માટે અનુભવાયેલા આ આંચકાએ લોકોને ગભરાવી મૂક્યા હતા. સદનસીબે લોકો સંયમ દાખવીને ઘરોમાં રહેતાં કોઈ અરાજકતા કે અફડાતફડી નહોતી સર્જાઇ. આ ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના પ્રાથમિક અહેવાલ નથી.