કમલનાથે કહ્યું, કેન્દ્ર સરકારે કોરોનાની ગંભીરતાને સમજવામાં ઘણો લાંબો સમય લગાવી દીધો અને 40 દિવસ બાદ લોકડાઉન જેવો મહત્વપૂર્ણ ફેંસલો લીધો. કારણકે આ દરમિયાન કેન્દ્ર સરકારનું ધ્યાન રાજયસભા ચૂંટણીને લઈ સાંસદોને તેમના પક્ષમાં કરવા પર હતું. આ કારણે કોરોના વાયરસને અટકાવવાના મહત્વપૂર્ણ ફેંસલો લેવામાં વિલંબ થયો.
મધ્યપ્રદેશની શિવરાજ સરકાર પર નિશાન સાધતાં કહ્યું, સ્વાસ્થ્ય મંત્રાલયનો કોઈ મંત્રી જ ન હોય તેવું આ એકમાત્ર રાજ્ય છે. સરકાર મંત્રી વગર જ ચાલી રહી છે. 12 માર્ચે જ મેં તમામ મોલ અને અન્ય સ્થળો બંધ રાખવાનો ઓર્ડર આપ્યો હતો પરંતુ મારા રાજીનામા બાદ પણ સરકારે કોઈ પગલા નથી.
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેના સમર્થક ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં ભળી ગયા હતા. જેના કારણે ગત મહિને કમલનાથે રાજ્યના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.
આ શહેરમાં ઘેરબેઠાં દારૂ મળતો હોવાની સોશિયલ મીડિયા પર એડ જોઈને લોકો તૂટી પડ્યાં...