ગ્વાલિયર: રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું મંદિર બનાવવા માટે ન દાન લેવામાં આવશે કે સરકાર પાસેથી એક પણ રૂપિયો નહી લેવામાં આવે. આ સાથે જ તેમણે કહ્યું તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલને રામ મંદિર નિર્માણમાં ભાગ લેવા માટે અયોધ્યા આમંત્રિત કરશે.


મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચેલા મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજએ કહ્યું, અમે પહેલા જ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીજીને આમંત્રણ આપ્યું છે, અમારી પાસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં યોગી આદિત્યનાથ જી છે. અન્ય તમામ રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ જેમને ધર્મમાં રૂચિ છે, તેમને ભવ્ય રામ મંદિરના નિર્માણમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપવામાં આવશે.

આ સાથે જ તેમણે કહ્યું કે મંદિરના નિર્માણને લઈને કોઈ પ્રકારનું અનુદાન નહી લેવામાં આવે, તેમણે કહ્યું 'સરકાર પાસેથી કોઈ અનુદાન નહી લેવામાં આવે, મંદિર જનતાના યોગદાનથી બનાવવામાં આવશે. સરકાર પાસે પહેલાથી જ ઘણી સમસ્યાઓ છે, અમે તેમના પર વધારે મુશ્કેલી નથી નાખવા માંગતા.'

આ પહેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટની પ્રથમ બેઠક બાદ ટ્રસ્ટના ચાર પ્રમુખ પદાધિકારીઓએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજ પણ સામેલ હતા. આશરે 1 કલાક સુધી ચાલેલી આ મુલાકાત બાદ પદાધિકારીઓએ પ્રધાનમંત્રીને ટ્રસ્ટના બનાવવાને લઈને અને સરકારના સહયોગને લઈને આભાર વ્યક્ત કર્યો હતો.