અકોલાના ડેપ્યુટી કલેકટર સંજય ખડસેએ જણાવ્યું કે, "અકોલા જેલમાં 68 કેદી કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. જેલની અંદર જ આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. કેદીઓની સારવાર માટે જેલમાં જ બધી સુવિધા ઉભી કરવામાં આવી છે."
દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,59,133 પર પહોંચી છે. જ્યારે 7,273 લોકોના મોત થયા છે. 84,245 લોકો સાજા થઈ ગયા છે અને 67,615 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં 5,65,161 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 36,925 સંસ્થાગત ક્વોરન્ટાઈનમાં રહે છે. રાજ્યમાં રિકવરી રેટ 52.94 ટકા છે.