મુલગીકરે જણાવ્યું કે બે દિવસમાં મરાઠવાડા વિસ્તારના મુરમ્બા ગામમાં 900 મરઘીના મોત થયા છે. અમે તમામ મરઘીના નમૂના તપાસ માટે મોકલી આપ્યા છે. તેમણે કહ્યું કે જે પોલ્ટ્રી ફોર્મમાં મરઘીના મોત થયા તેને સ્વયં સહાયેતા સમૂહ ચલાવે છે.
મુલગીકરે જણાવ્યું આ પોલ્ટ્રી ફોર્મમાં આશરે આઠ હજાર મરઘી છે. 900 મરઘીના મોત બે દિવસમાં થયા છે. છેલ્લા 24 કલાકમાં એકે પણ મરઘીનું મોત નથી નોંધાયું.
જિલ્લાઅધિકારીએ જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ મરઘીના મોતનું કારણ ભોજન સંબંધિત લાગે છે પરંતુ નમૂનાની તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અત્યારે સુધીમાં ફ્લૂનો એક પણ કેસ સામે નથી આવ્યો. જ્યારે કેંદ્રએ આઠ જાન્યુઆેરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં છ રાજ્યો કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં બર્ડ ફ્લૂના કેસની પુષ્ટી થઈ છે.