મુંબઇઃ ચક્રવાતી વાવાઝોડુ 'નિસર્ગ' આજે બપોર બાદ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગની પાસે ટકરાવવાની સંભાવના છે. મંગળવાર-બુધવાર રાત્ર સુધી નિસર્ગ ચક્રવાતના ભયંકર પવનો વાવાઝોડામાં બદલાઇ જશે.


આશંકા છે કે, આ નિસર્ગ વાવાઝોડુ આજે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને પાર કરી જશે. ચક્રવાતી વાવાઝોડુ ઉત્તરીય મહારાષ્ટ્ર અને હરિહરિશ્વર અને દમની વચ્ચે અલીબાગની પાસે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને બપોરે પાર કરશે, અને પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, એનડીઆરએફની 16 ટીમોમાંથી 10ને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ કે મુંબઇના અતિરિક્ત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુગિરી જિલ્લામાં ચેતાવણી જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસર ઉત્તર મહારાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત વાવાઝોડા નિસર્ગને લઇને મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે, કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદનુ આશ્વસન આપવામાં આવ્યુ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બેઠક કરી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાયક્લૉનને લઇને ગૃહમંત્રી અને એનડીઆરએફની સાથે તૈયારીઓની સમિક્ષા કરી હતી. સાથે સાથે દિશા નિર્દેશો પણ કેન્દ્ર તરફથી આપવામાં આવ્યા હતા.

પાલઘર જિલ્લાના ગામડાથી 21 હજાર લોકો સુરક્ષિત સ્થાન પહોંચી ચૂક્યા છે. જિલ્લા અધિકારી કૈલાસ શિન્દેએ મંગળવારે જણાવ્યુ કે રાજ્યના વસઇ, પાલઘર, દહાનુ અને તાલાસરી તાલુકાઓમાંથી 21 હજાર ગ્રામીણોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડુ નિર્સગને નિપટવા માટે પુરતી તૈયારીઓ કરાઇ છે. વલસાડ અને નવસારી જિલ્લાના તંત્રએ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં આવેલા 47 ગામડાઓમાંથી લગભગ 20 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનુ શરૂ કરી દીધુ છે.