દેશમાં પૂર્વથી પશ્ચિમ સુધી બદલાયો મોસમનો મિજાજ, અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jun 2020 09:58 AM (IST)
આજે દિલ્હીમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
નવી દિલ્હીઃ દેશના પૂર્વથી પશ્ચિમ સુધી હવામાને મિજાજ બદલ્યો છે. પશ્ચિમ ભારતના અનેક વિસ્તારમાં વાવાઝોડાનો ખતરો છે, જ્યારે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં મોનસૂનના કારણે ભારે વરસાદની આપવામાં આવી છે. આજે દિલ્હીમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનના બારાં, ઝાલાવાડ, પ્રતાપગઢ, રાજસમંદ, સિરોહી, ઉદયપુર, પાલી અને જાલૌરમાં બુધવારે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાંસવાડા, બારા, ડુંગરપુર, જાલૌર, પ્રતાપગઢમાં ગુરુવારે વરસાદની શક્યતા છે. શુક્રવારે ચિત્તોડગઢ, ભીલવાડા, ડુંગરપુર, કોટા, પ્રતાપગઢ, ઉદયપુરમાં વરસાદની શક્યતા છે. મંગળવારે આસામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આસામમાં વરસાદ અને ભૂસ્ખલનથી 21 લોકોના મોત થયા હતા. ગઈકાલે છત્તીસગઢમાં વીજળી પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા.