મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે અને ઓપિનિયન પોલ મુજબ ભાજપ અને તેના સહયોગિઓને 194 બેઠકો પર જીત મળી શકે છે. જ્યારે કૉંગ્રેસ અને તેના સહયોગિઓને 86 બેઠકો પર જીત મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 8 બેઠકો મળવાનું અનુમાન છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 47 ટકા, કૉંગ્રેસને 39 ટકા અને અન્ય પાર્ટીઓને 14 ટકા મત મળી શકે છે.
વર્ષ 2014માં ભાજપે સૌથી વધુ 122 બેઠકો પર જીત મેળવી હતી. શિવસેનાએ બીજા નંબર પર સૌથી વધુ 63 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે ભાજપ-શિવસેના અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. કૉંગ્રેસને 41 બેઠકો મળી હતી. આ વખતે ભાજપ શિવસેના સાથે તો કૉંગ્રેસ એનસીપી સાથે મળી ચૂંટણી લડી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરના સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં 21 ઓક્ટોબરના મતદાન થશે અને 24 ઓક્ટોબરના પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્રમાં આશરે 8.94 કરોડ મતદારો છે.