કોર્ટે કહ્યું કે ગાયકવાડ કમીશનની રિપોર્ટ મુજબ 12-13 ટકા અનામત આપવી જોઈએ અને આ વાતને કોર્ટ પણ માને છે. આ સાથે જ કોર્ટે એસઈબીસી કમીશનની રિપોર્ટને પણ માની. કોર્ટે 50 ટકા વધારે અનામત આપવાની વાતને પણ કોર્ટે સંવિધાન મુજબ માન્યું છે. કોર્ટે કહ્યું અનામત આપવી રાજ્યનો અધિકાર છે.
ગત વર્ષે 30 નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનમંડળમાં એક બિલ પસાર કરી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસઈબીસી શ્રેણી મુજબ મરાઠા સમાજને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 16 ટકા અનામત આપવાની જોગવાઈ કરી હતી. અનામતને પડકારતા હાઈકોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી જ્યારે અનામતના સમર્થનમાં પણ કેટલીક અરજીઓ કરવામાં આવી હતી. જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડાંગરેની પીઠ 6 ફેબ્રુઆરીના તમામ અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી.