નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દિલ્હી પહોંચ્યા છે. કાર્યક્રમ અનુસાર, તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી શકે છે. તે સિવાય ઠાકરે દિલ્હીમાં સંજય રાઉતના સરકારની નિવાસસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધિત કરશે.

એરપોર્ટથી ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતા સંજય રાઉતના નિવાસસ્થાન પર પહોંચી ચૂક્યા છે. ઠાકરે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાત્રે નવ વાગ્યે મુલાકાત કરશે. આ જાણકારી સંજય રાઉતે ટ્વિટ કરી આપી હતી. રાઉતે લખ્યું હતું કે, મુખ્યમંત્રી ઠાકરે શુક્રવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે નવેમ્બરમાં મુખ્યમંત્રી બન્યા બાદ આ ઠાકરેની પ્રથમ દિલ્હી યાત્રા છે જેમાં તેઓ વડાપ્રધાનની મુલાકાત કરશે.


વડાપ્રધાન સાથે મુલાકાત બાદ ઠાકરે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી સાથે પણ મુલાકાત કરી શકે છે.