મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાની સરકારના 100 દિવસ પુરા થવાના અવસર પર ઉત્તર પ્રદેશના અયોધ્યા જઇને ભગવાન રામના આશીર્વાદ લેવાનો નિર્ણય કર્યો છે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને આમંત્રણ આપતા કહ્યું છે કે તે ઇચ્છે છે કે રાહુલ ગાંધી પણ અયોધ્યા આવે. બીજી તરફ ઉદ્ધવના આ નિર્ણયના કારણે ગઠબંધન સરકારના સાથી એનસીપી અને કોગ્રેસમાં બેચેની ઉભી થઇ છે.
ભાજપે ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા મીનાક્ષી લેખીએ કહ્યું કે, તે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણયનું સ્વાગત કરે છે. લેખીએ શિવસેનાને પૂછ્યું હતું કે શું શિવસેના કોગ્રેસને પણ અયોધ્યા પ્રવાસ પર લઇ જશે. બીજી તરફ કોગ્રેસે શિવસેનાના આગ્રહ કર્યો છે કે તે આ પ્રવાસ સાર્વજનિક પ્રદર્શન માટે હોવો જોઇએ નહીં. જ્યારે એનપીસીએ કહ્યું કે પાર્ટી ક્યારેય પણ ધર્મ સાથે રાજનીતિ કરતી નથી. નોંધનીય છે કે કોગ્રેસ અને એનસીપીના સહયોગથી શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર 2019ના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
મહારાષ્ટ્ર સરકારના 100 દિવસ પુરા થવા પર ઉદ્ધવ ઠાકરે જશે અયોધ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jan 2020 08:33 PM (IST)
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને આમંત્રણ આપતા કહ્યું છે કે તે ઇચ્છે છે કે રાહુલ ગાંધી પણ અયોધ્યા આવે
- - - - - - - - - Advertisement - - - - - - - - -