મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને જાનથી મારી નાંખવાની મળી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેને ફોન કરીને ધમકી આપવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, માતોશ્રીના લેંડલાઈન પર દુબઈથી ત્રણ-ચાર કોલ આવ્યા હતા. જેમાં માતોશ્રી નિવાસને ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ફોન કોલ બાદ માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે રાજ્યના 19મા મુખ્યમંત્રી છે. તેમણે 2019માં સીએમ પદના શપથ લીધા હતા. 2002માં તેઓ રાજનીતિમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હોય તેવા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય છે. તેમનો દીકરો આદિત્ય મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે.
IPL 2020નો કાર્યક્રમ થયો જાહેર, જાણો કઈ તારીખે કોની કોની વચ્ચે થશે ટક્કર, જુઓ લિસ્ટ
સંત કેશવાનંદ ભારતીનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ઈંદિરા સરકારના ફેંસલાને સુપ્રીમમાં પડકાર્યો હતો