સીએમ સાથે મુસ્લિમ ધારાસભ્યોના પ્રતિનિધિમંડળની મુલાકાત પછી એનસીપીના ધારાસભ્ય નવાબ મલિકે કહ્યું, લોકોએ નાગરિકતા સંશોધન કાયદા અંગે ડરવાની જરૂર નથી. મારી સરકાર કોઈ ધર્મ કે સમુદાયના નાગરિકોના અધિકારોને નુકસાન નહીં પહોંચવા દે. હું રાજ્યમાં શાંતિ તથા સદભાવનાની અપીલ કરું છું. તેમણે જણાવ્યું કે, નવી મુંબઈના ખારઘર સ્થિતિ ડિટેંશન સેન્ટરમાં માદક પદાર્થોની તસકરીમાં સામેલ વિદેશી નાગરિકોને રાખવામાં આવે છે. અહીંયા માત્ર 38 લોકો જ રાખી શકાય છે.
આ દરમિયાન મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રમાં 30 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. કેબિનેટ વિસ્તરણ દરમિયાન એનસીપીના અજિત પવારને ઉદ્ધવ ઠાકરે સરકારમાં ઉપ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવશે. સુત્રોની જાણકારી મુજબ એનસીપીના અજિત પવાર ઉપ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
આ અગાઉ 2014 પહેલાં કોંગ્રેસ એનસીપીના શાસનમાં બે વખત નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. ચાલુ વર્ષે અજિત પવારે 23 નવેમ્બરે બળવો કરી ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે અજિત પવારે અંગત કારણો આગળ કરી નાયબ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ કલાકોમાં જ દેવેંદ્ર ફડણવીસની સરકાર પડી ભાંગી હતી.
કેબિનેટના વિસ્તરણની ચર્ચા માટે મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં લગભગ એક કલાક સુધી ચર્ચા વિચારણા કરી હતી. આ મીટિંગમાં કોંગ્રેસના કોઇ નેતા હાજર નહોતા. જોકે કેબિનેટ વિસ્તરણનો નિર્ણય કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે.
મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ
ઓસ્ટ્રેલિયાએ પણ સ્વીકારી કોહલીની ‘કેપ્ટનશિપ’, સોંપ્યું ટેસ્ટ ટીમનું સુકાન, જાણો વિગતે
મોદી કેબિનેટે NPR અપડેટ કરાવવાને આપી મંજૂરી, એપ દ્વારા થશે વસતી ગણતરી