મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના મહામારી ઝડપથી વધી રહીછે. શુક્રવારે કોરોના સંક્રમણના 10,216 નવા કેસ નોંધાયા છે. છેલ્લા આશરે પાંચ મહિના બાદ એક દિવસમાં સંક્રમણના આ કેસ સૌથી વધુ છે. રાજ્યમાં મહામારીમાં કેસની કુલ સંખ્યા 21 લાખ 98 હજાર 399 થઈ ગઈ છે.


રાજ્યમાં 17 ઓક્ટોબર 2020 બાદ એવું પહેલી વખત બન્ય કે એક દિવસમાં સંક્રમણના 10 હજારથી વધારે કેસ નોંધાયા હોય. આ પહેલા રાજ્યમાં 17 ઓક્ટોબરે 10,259 કેસ નોંધાયા હતા. શુક્રવારે કોરોના સંક્રમણના કારણે વધુ 53 લોકોના મોત થયા છે. રાજ્યમાં મૃતકોની કુલ સંખ્યા વધીને 52,393 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 6,467 લોકો સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,55,951 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

મુંબઈમાં નવા 1174 કેસ

મુંબઈમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 1174 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા વધીને 3 લાખ 31 હજાર 020 પર પહોંચી છે. મહામારીના કારણે વધુ ત્રણ લોકોના મોત થતા મૃતકોની કુલ સંખ્યા 11,495 પર પહોંચી છે. પુણે શહેરમાં 849 લોકો સંક્રમિત થયા છે.