મુંબઈ: દેશભરમાં ફરી કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ ચિંતાજનક વધી રહ્યું છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં તો કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન્સ(Corona New Guidelines) જાહેર કરી છે. તેના હેઠળ 27 માર્ચથી રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ધારા 144 લાગુ કરવામાં આવી છે. 



મહારાષ્ટ્રમાં (Maharashtra)હવે માસ્ક નહીં પહેરવા પર દંડની રકમ વધારીને 200થી 500 રૂપિયા કરવામાં આવી છે. તે સિવાય જાહેરમાં થૂકવા પર 1000 રૂપિયાનો દંડ ફટકારાશે . 



મોલ, સિનેમા હોલ અને રેસ્ટોરન્ટ રાત્રે 8 વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી બંધ રહેશે. પરંતુ રાત્રે ફૂડની હોમ ડિલીવરીની છૂટ આપવામાં આવશે. તે સિવાય કોઈ પણ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમ પર રોક લગાવી દેવામાં આવી છે.  અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકોને સામેલ થવાની છૂટ આપવામાં આવી છે. 


આ પહેલા રાજ્યમાં સતત વધી રહેલા સંક્રમણને લઈ રાજ્ય સરકાર દ્વારા  રવિવાર 28 માર્ચથી રાત્રી  કર્ફ્યૂ (Night curfew)લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM)ની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરો અને વિભાગીય કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાયા બાદ સરકારે નાઈટ-કર્ફ્યૂનો નિર્ણય લીધો હતો.  આ અગાઉ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે કહ્યું હતું કે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ફરી લાગુ કરવું જોઈએ કે નહીં તે વિશેનો નિર્ણય મહાવિકાસ અઘાડી સરકાર 2 એપ્રિલ પછી લેશે. 



 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી વધુ કોરોના કેસ


દેશમાં કોરોનાનો ફરી કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 62,258 નવા કેસ નોંધાયા હતા. જે ઓક્ટોબર 2020 બાદ સોથી વધુ એક દિવસમાં નોંધાયેલા કેસ છે. સાથે જ શનિવારે કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસની સંખ્યા  1,19,08,910 સુધી પહોંચી ગઈ છે. 


Gujarat Corona Cases Update: ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, આજે નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ 2276 કેસ