મુંબઈ: દેશમાં કોરોના વાયરસે (Corona) હાહાકાર મચાવી દીધો છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાનો કહેર યથાવત છે. અહીં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે રાત્રે 9 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 59 હજાર 907 લોકોને કોરોના ચેપ લાગ્યો હતો. જે રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ સંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં 322 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.



માત્ર મુંબઈ (Mumbai)માં જ છેલ્લા 24 કલાકમાં 10,428 લોકોને કોરોના સંક્રમિત થયા છે અને વધુ 23 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 31 લાખ 73 હજાર 261 લોકોને કોરોના ચેપ લાગ્યો છે અને 56 હજાર 652 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.



ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 57,074 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા રાજ્યમાં સૌથી વધુ કેસ હતા. મહારાષ્ટ્રમાં મંગળવારે 55 હજાર 469 અને સોમવારે 47 હજાર 288 લોકોને કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર,  છેલ્લા 24 કલાકમાં 1,15,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 630 લોકોના મોત થયા છે. જોકે 59,856 લોકો ઠીક પણ થયા છે.  


 




    • કુલ કેસ-  એક કરોડ 28 લાખ 01 હજાર 785



 




    • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 92 હજાર 135



 




    • કુલ એક્ટિવ કેસ - 8 લાખ 43 હજાર 473



 




    • કુલ મોત - એક લાખ 66 હજાર 177



 


 


8.70 કરોડથી વધારેને રસી અપાઈ


 


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 8 કરોડ 70 લાખ 77 હજાર 474 ડોઝ આપવામાં આવ્યા છે.


 


છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસ


 




    • 7 માર્ચઃ 1,15,736






    • 6 માર્ચઃ 96,982

    • 5 માર્ચઃ 1,03,558       




ગુજરાતમાં પ્રથમ વખત નોંધાયા 3500થી વધુ કોરોના કેસ


ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. બુધવારે 2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતા.  રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 



રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90  ટકા છે.