Coronavirus:કોરોના વાયરસનું હાલ સતત સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ કોરોના ટેસ્ટ થવા જરૂરી છે. કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે કયા કયા ટેસ્ટ છે જાણીએ...


આરટી પીસીઆર (R T PCR) ટેસ્ટ


કોરોના વાયરસના સંક્રમણના ટેસ્ટ R T PCR ટેસ્ટ માન્ય અને વધુ વિશ્વનિય ટેસ્ટ છે. R T PCRનું ફુલ ફોર્મ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમેરેજ ચેઇન રિએકશન ટેસ્ટ છે. આ ટેકનિકમાં નાક અથવા ગળાથી સ્વાબ લેવામાં આવે છે. આ ટેકનિકથી વાયરસના RNAની જાણી શકાય છે.


આરટી પીસીઆરમાં કોવિડના સેમ્પલના ટેસ્ટિંગની લેબ અલગ હોય છે, લેબ સાયન્ટિસ્ટ PPE કિટ પહેરીને સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે, ઓટોમોટિક ડિસ્ટ્રેક્ટર મશીનમાં સેમ્પલ નાખવામાં આવે છે ત્યારબાદ RT PCR ટેસ્ટમાં DNAને એમ્પિલફાઇ કરવામાં આવે છે અને સેમ્પલને PCR મશીનમાં રાખવામાં આવે છે, PCRમશીનમાં હીટિંગ, કૂલિંગના સાયકલ દ્રારા DNAની કોપી બને છે. ત્યારબાદ તેની એક-એક ડાઇની સરખામણી કરવામાં આવે છે. જો સેમ્પલ પોઝિટિવ હોય તો ડાઇ ચમકવા લાગે છે, લેબનો આ ટેસ્ટ 100% ટકા વિશ્વનિય મનાય છે.



રેપિડ પોઇન્ટ ઓફ કેર (POC)  એન્ટીજન ડિટેકશન ટેસ્ટ (POC)


IMCRએ 14 જૂન 2020માં કોરોનાના ટેસ્ટ માટે તેના ઉપયોગને મંજૂરી આપી. આ ટેસ્ટમાં પણ R T PCR ટેસ્ટની જેમ કોરોના વાયરસે ડિટેક્ટ કરવામાં આવે છે. જો કે આ ટેસ્ટને બહુ વિશ્વનિય નથી મનાતો. તેનું પરિણામ બહુ જલ્દી મળે છે.આ ટેસ્ટને કોરિયાઇ કંપની SD ક્યોસેંસોર દ્રારા વિકસિત કરવામાં આવ્યો છે. આ કંપનીની એક શાખા ગુરુગ્રામના માનેસરમાં પણ છે.




એન્ટીબોડી ટેસ્ટ (IGG)


IGG એન્ટીબોડી ટેસ્ટ વાયરસને ડિટેક્ટ કરવા માટે નહી પરંતુ શરીરમાં વાયરસની એન્ટ્રી બાદ રિકવર થયા બાદ એન્ટીબોડી બની છે કે નહીં તે જાણવા માટે કરાઇ છે. ટૂંકમાં કહીએ તો વાયરસ સામે લડવા માટેની પ્રતિકારક ક્ષમતા જનરેટ થઇ છે કે નહીં તે જાણવા માટે આ ટેસ્ટ કરાઇ છે. આ ટેસ્ટ કોરોના બાદ રિકવરી બાદ 2 સપ્તાહ બાદ કરાઇ છે.


આ એન્ટીબોડી શરીર દ્રારા ઉત્પાદિત પ્રોટીન છે. જે વાયરસને બેઅસર કરવા માટે પ્રતિરક્ષા પ્રણાલી દ્રારા ઉપયોગમાં લેવાય છે. એન્ટીબોડી ટેસ્ટ માટે બ્લડનું સેમ્પલ લેવામાં આવે છે અને તેનો રિપોર્ટ 30 મિનિટમાં આવી જાય છે.