મુંબઈઃ કોરોના સંકટની વચ્ચે કોરોનાની સારવારને લઈને મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં હોમ આઈસોલેશનમાં કોરોનાની સારવાર કરાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોના પીડિત થવા પર આઈસોલેશન સેન્ટર જવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેનો મતલબ એ થયો કે કોરોના પીડિત હોવા પર ઘરમાં રહીને કોરોનાની સારવાર કરાવી નહીં શકાય.
નોંધનીય છે કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી છે. બીજી લહેરમાં હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. કોરોના દર્દીના આંકડામાં સુધારો જોવા મળી રહ્યો છે. તેને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, “અમે હાઈ પોઝિટિવિટી રેટવાળા 18 જિલ્લામાં હોમ આઈસોલેશન બંદ કરવાનો નિર્ણય કર્યો છે. આ જિલ્લામાં દર્દીને કોરેન્ટાઈન સેન્ટર જવું પડશે, હોમ આઈસોલેશનની મંજૂરી નહીં હોય.”
જણાવીએ કે, આજે મહારાષ્ટ્ર સરકારે કોરોના પર એક રિવ્યૂ મીટિંગ કરી હતી. ડેપ્યૂટી સીએમ અજિત પવારની સાથે મીટિંગમાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પણ સામેલ હતા. હોમ આઈસોલેશન બંધ કરવાના નિર્ણયને લઈને હાલમાં વિસ્તારથી જાણકારી સામે આવી નથી.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 22122 નવા કેસ, 361ના મોત
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસના નવા 22122 કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 56,02,019 થઈ ગઈ. ઉપરાંત 361 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 89212 સુધી પહોંચી ગઈ. સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી.
સાજા થનારની સંખ્ય નવા રોગીઓની તુલનામાં વધારે રહી. સ્વાસ્થ્ય વિભાગના એક નિવેદન અનુસાર દિવસભરમાં 42320 લોકોને રજા આપવામાં આવી, જેની સાથે કુલ ઠીક થનાર લોકોની સંખ્યા વધીને 51,82,592 થઈ ગઈ છે. વિભાગે કહ્યું કે, રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.51 ટકા છે જ્યારે મૃત્યુદર 1.59 ટકા છે.
દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં બે કલાકમાં કોરોનાના કેસમાં મોટા ઘટાડો થયો છે અને કુલ દૈનિક કેસની સંખ્યા બે લાખની અંદર આવી છે. જ્યારે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ત્રણ લાખને પાર કરી ગયો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 69 લાખ 48 હજાર 874
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861
- કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782
- કુલ મોત - 3 લાખ 07 હજાર 231