મુંબઈઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. દેશમાં આજે ત્રણ મહિના બાદ કોરોનાના 28 હજારથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કર્યુ છે કે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનની બીજી લહેર આવી ગઈ છે. કેન્દ્ર સરકારે આ મામલે રાજ્ય સરકાર પત્ર લખ્યો છે.


જેમાં રાજ્ય સરકાર કોરોના સંક્રમણને નિયંત્રિત કરવાની રણનીતિ પર ધ્યાન કેન્દ્રીય કરે તેમ કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ આ ચિઠ્ઠી ટીમ દ્વારા રાજ્યમાં કોરનાની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ અને તેના રિપોર્ટના આધારે લખી છે.


કેન્દ્રએ રાજ્ય સરકારને શું લખ્યો પત્ર


મહારાષ્ટ્રમાં તાજેતરના દિવસોમાં કોરોના સંક્રમણના કેસમાં તીવ્ર ગતિથી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી રોજના 15 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. મહારાષ્ટ્રની આવી સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારની ટીમે ગત સપ્તાહે સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. જે બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણને મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.


ગામડા-શહેરમાં નથી થતું ગાઇડલાઇનનું પાલન


ભૂષણે પત્રમાં લખ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની બીજી લહેરની શરૂઆત છે. ટ્રેક કરવા, તપાસ કરવા, મામલાને આઈસોલેટ કરવા તથા સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરવા ખૂબ નજીવા પ્રયાસ કરવામાં આવ્યા. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લોકોમાંકોરોનાના નિયમોનું પાલન નથી કરી રહ્યા.


3 મહિના બાદ દેશમાં નોંધાયા 28 હજારથી વધુ કેસ


દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. બુધવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર 903 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી બુધવારે 188 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,14,38,734 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,10,45,284 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,34,406 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,044 પર પહોંચ્યો છે.


દેશમાં 3 કરોડ 50 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.