મુંબઇઃ દેશમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યુ છે, દેશમાં સૌથી મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના વધી રહેલી દર્દીઓની સંખ્યાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પરેશાન થઇ ગઇ છે. કોરોનાના વધતા જતા સંક્રમણથી દેશમાં હાહાકાર છે. આ વધતા સંક્રમણને લઇને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે લૉકડાઉન લગાવવી પણ ચીમકી આપી દીધી છે.
અજિત પવારે કહ્યું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર થઇ રહી છે. જો લોકો કોરોનાની ગાઈડલાઈનનુ પાલન નહીં કરે તો રાજ્યામાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે સરકારને મજબૂર થવુ પડશે. ડેપ્યૂટી સીએમના આવા નિવેદન પરથી કહી શકાય કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઇ છે, અને સરકાર કડક પગલા લઇ શકે છે. ખાસ વાત છે કે જ્યારે દેશમાં કોરોનાની આગમન થયુ ત્યારે સૌથી પહેલા મહારાષ્ટ્રમાં સંક્રમણ ઝડપથી ફેલાયુ હતુ. હવે એક વર્ષ બાદ પણ આ જ સ્થિતિ ફરી એકવાર જોવા મળી રહી છે. સંક્રમણ વધતા હવે સરકારે ના છૂટકે જનતાને કોરોનાની ગાઇડલાઇનનુ પાલન કરાવવા માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટે ધમકી આપવી પડી છે. કોરોનાના વધતા સંક્રમણને લઇને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે લૉકડાઉન લગાવવી ચીમકી આપી દીધી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ તોડી નાંખ્યા તમામ રેકોર્ડ્સ.....
મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણથી સ્થિતિ સતત ગંભીર થઇ રહી છે. બુધવારે મહારાષ્ટ્રમાં જુના તમામ રેકોર્ડ્સ તુટી ગયા હતા. રાજ્યમાં 31,855 નવા કેસો નોંધાતા હાહાકાર મચી ગયો હતો. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં બુધવારે કોરોનાના 31,855 કેસ નોંધાયા હતા, 15098 લોકો સાજા થયા અને એકદિવસમાં 95 લોકોના કોરોનાથી મોત થઇ ગયા હતા. આ આંકડા બાદ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો વધીને 25,64,881 થઇ ગયો હતો, આમાં કુલ રિક્વરી 22,62,593 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 53,684 લોકોના મોત થઇ ચૂક્યા છે, અને હજુ 2,47,299 જેટલા કેસ એક્ટિવ છે.