Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા અકલ્પનીય વળાંક વચ્ચે આજે 30 જૂને એકનાથ શિંદે મુખ્યપ્રધાન બન્યા છે અને દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યપ્રધાન બન્યા છે. રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદે અને ઉપમુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવિને  શપથ લેવડાવ્યાં છે. આજ બપોર સુધી માનવામાં આવતું હતું કે મુખ્યપ્રધાન ફડણવીસ બનશે અને ઉપમુખ્યપ્રધાન શિંદે બનશે. જો કે શપગ્રહણના કલાકો પહેલા જ આ બંને પદ  બદલાઈ ગયા. ઉદ્ધવ ઠાકરે અને અને મહાવિકાસ આઘાડી સામે બળવો કરનાર એકનાથ શિંદેનું કદ વધી ગયું અને જેની કલ્પના પણ ન હતી એ થયું. આ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભાજપ સરકાર શરૂ થઇ છે. 






જાણો શા માટે વધ્યું શિંદેનું કદ 
મહારાષ્ટ્રની રાજનીતિમાં આજનો દિવસ સૌથી મોટા રાજકીય આશ્ચર્ય તરીકે જોવામાં આવશે, મોટી પાર્ટી હોવા છતાં ભાજપે મુખ્યપ્રધાનની કમાન પાર્ટીના નાના નેતા એક નાથ શિંદેને સોંપી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકારણમાં લાંબાગાળાનો નિર્ણય લેતા આ નિર્ણય ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. 


બીજેપીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેનાથી અલગ થયેલા જૂથના એકનાથ શિંદેને મુખ્યપ્રધાન બનાવી ભાજપે  એક તીર વડે અનેક નિશાન સાધ્યા છે, જેમાં પહેલું એ છે કે શિંદે બાલાસાહેબના શિષ્ય છે. શિંદે શિવસેનાના વાસ્તવિક વારસદાર બનવામાં સક્ષમ છે. આ ઉદ્ધવ ઠાકરેના રાજકીય અસ્તિત્વને ખતમ કરવામાં મદદ કરશે અને વાસ્તવિક શિવસેના ભાજપ સાથે રહેશે.


હવે શું થશે ઉદ્ધવનું? 
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની સામે પોતાને રાજકીય રીતે જીવંત રાખવા માટે તેમણે કાં તો એનસીપી અને કોંગ્રેસ સાથે ફરીથી ગઠબંધન કરવું પડશે અને જો તેમ કરશે તો ઉદ્ધવ ઠાકરે પરિવારને હિન્દુત્વથી ભટકાવાના આરોપોનો સામનો કરવો પડશે અને જો આ પક્ષોને સમર્થન નહીં આપવામાં આવે તો ઉદ્ધવ પરિવારનું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી શકે છે.