મુંબઈ: મહારાષ્ટ્રની પરલી વિધાનસભા બેઠક પર ફડણવીસ સરકારમાં મંત્રી પંકડા મુંડેને તેમના પીતરાઈ ભાઈ અને NCP નેતા ધનંજય મુંડેએ હાર આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પંકજા મુંડેને આશરે 30 હજાર મતે હાર આપી છે. પરલી વિધાનસભા સીટ પર રાજકીય લડાઈ પિતરાઈ ભાઈ ધનંજય મુંડે અને બહેન પંકડા મુંડે વચ્ચે હતી.

પંકજા મુંડે પોતાના કાર્યકાળ દરમિયાન સતત વિવાદોમાં રહ્યા છે. દુષ્કાળનો માર સહન કરી રહેલા લાતૂરમાં સમિક્ષા કરવા ગયેલા પંકજા મુંડે દ્વારા સેલ્ફી લેવા પર ઘણી ટીકા સહન કરવી પડી હતી. આ વખતે પંકડા મુંડે અને ધનંજય વચ્ચે જંગની શરૂઆત કડવાહટ સાથે થઈ હતી. પંકજા મુંડે પર એક ચૂંટણી રેલીમાં કથિત આપત્તિજનક ટીપ્પણી કરવાના મામલામાં એનસીપી નેતા ધનંજય મુંડે વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. જોકે, તેમણે પોતાની પર લાગેલા આરોપ ફગાવી દીધા હતા.

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર બનવાની સ્થિતિમાં નજર આવી રહી છે. શરૂઆતથી વલણોમાં ગઠબંધનને બહુમતી મળતી જોવા મળી રહી છે. જ્યારે NCP કોંગ્રેસ કરતા વધારે બેઠકો પર બઢત બનાવી રહી છે.