તેમણે કહ્યું કે, ભાજપ તમામને સાથે લઇને ચાલે છે અને તેનું પરિણામ હરિયાણા અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. હરિયાણામાં ભાજપના મતની ટકાવારી 3 ટકા વધી છે. પાંચ વર્ષ સુધી દેવેન્દ્ર ફડણવીસ અને મનોહર લાલ ખટ્ટરે પોતાના રાજ્યોની સેવા સમર્પણ સાથે કરી અને હું તેની પ્રશંસા કરું છું.
મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપને છેલ્લી ચૂંટણીમાં બહુમત મળ્યો નહોતો અને હરિયાણામાં ફક્ત બે બેઠકોથી બહુમત હતો. તેમ છતાં બંન્ને મુખ્યમંત્રીઓએ તમામને સાથે લઇને બંન્ને રાજ્યોમાં સેવા કરી અને સતત કામ કરતા રહ્યા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં અમે સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યા છીએ અને આ માટે હું તમામનો આભાર માનું છું. મહારાષ્ટ્રમાં ફરીવાર પૂર્ણ બહુમતની સરકાર આવશે.