Maharashtra Face Mask Mandatory in Public places: દેશમાં જૂન મહિનાની શરૂઆતથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકમાં કેસ વધી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં કેસને લઈ રાજ્ય સરકારે ફરીથી માસ્ક પહેરવાની સલાહ આપી છે. રાજ્ય સરકારે જિલ્લા અધિકારીઓને લખેલા પત્રમાં કોવિડ મામલાની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે.


એડિશનલ ચીફ સેક્રેટરી ડો. પ્રદીપ વ્યાસે તમામ જિલ્લા અધિકારીઓની લખેલા પત્રમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવા સહિત અનેક આદેશ આપ્યા છે. ટ્રેન, સ્કૂલ, બસ, સિનેમા, ઓફિસ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ જેવા બંધ જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. મામલાની વધકતી સંખ્યાને લઈ જનતાને માસ્ક પહરેવાની સલાહ આપવામાં આવી છે.  થોડા મહિનામાં રાજ્યમાં કેસની સંખ્યા સતત ઘટ્યા બાદ હવે ફરીથી નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેથી સલામતીના ભાગરૂપે માસ્ક ફરજિયાત કરાયું છે.


મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ


મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા દોઢ મહિનામાં જ સાત ગણી થઈ ગઈ છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 22,416 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,677 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,25,454 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,96,47,071 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,67,037 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.



  • 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા

  • 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.

  • 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.