MP: મધ્યપ્રદેશના રતલામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક એલિયન જેવા દેખાવવાળા બાળકને જન્મ થયો છે. અહીં એક મહિલાએ હૂબહૂ એલિયન જેવુ દેખાતા બાળકને જન્મ આપ્યો છે. બાળકને હાલ એસએનસીયુમાં સારવાર માટે રાખવામાં આવ્ય છે, આ બાળક પુરેપુરી રીતે વિકસિત નથી થઇ શક્યુ. 


નવજાત શિશુના શરીર પર ચામડી જ વિકસિત નથી થઇ, જેના કારણે તેનુ શરીરની તમામ નશો સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. એટલુ જ નહીં ચામડી ના હોવાના કારણે તેની આંખો, હોઠ વગેરે પર સોજો પણ આવી ગયો છે. તેના અંગો એટલા અવિકસિત છે કે તે છોકરો છે કે છોકરી, તે પણ જાણી શકાતું નથી. ડૉક્ટરોના કહેવા પ્રમાણે આ નવજાત શિશુનો જન્મ કોઈ જિનેટિક સમસ્યાને કારણે થયો છે. આ બાળકને જોઇને લોકો દંગ રહી ગયા છે.


શુક્રવારે મધ્યપ્રદેશના રતલામના મેટરનલ એન્ડ પેડિયાટ્રિક મેડિકલ યુનિટ (MCH)માં આ એલિયન જેવા વિચિત્ર રીતે દેખાતા બાળકનો જન્મ થયો હતો. બાળકની શરીર પર ચામડીનો વિકાસ નથી થયો. બરાવાડાની રહેવાસી સાજેદા નામની મહિલાએ બાળકને જન્મ આપ્યો. તબીબી ભાષામાં આવા બાળકોને કોલોડિયન બેબી કહેવામાં આવે છે. આ આનુવંશિક અથવા જન્મજાત સમસ્યાને કારણે છે. 


આ પણ વાંચો...... 


ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ


મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય


EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી


Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ


Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી


Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર