મહારાષ્ટ્રઃ  પાલઘર જિલ્લાના બોઈસર MIDC વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને 11 ઘાયલ લોકોને શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમ પાલઘર પોલીસે જણાવ્યું હતું. આગનો કોલ મળતાં  ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી છે. 






Banaskantha : બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત, પાછળ બેઠેલ યુવક ઘાયલ


બનાસકાંઠાઃ દાંતા તાલુકાના હડાદ નજીક અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે એક ઘાયલ થયો છે. હડાદના માકન ચંપા પાસે બાઈક સ્લીપ થતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતં. ઘાયલને સારવાર અર્થે હડાદ રેફરલમાં ખસેડાયો છે. અકસ્માતને પગલે હડાદ પોલીસે તપાસ હાથ ધરી છે. 


દલિત પરિવારના 3 લોકોની હત્યા: મહિલા સાથે છેડતીના આરોપ પર અંધાધૂંધ ગોળીબાર


મધ્યપ્રદેશમાં મહિલાની છેડતીના આરોપ સાથે યુવકના પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી નાંખવામાં આવી છે.  અસામાજિક તત્વોએ યુવક પર એક મહિલાની છેડતી આરોપ લગાવ્યો હતો. આરોપીઓએ દલિત પરિવાર પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટના મધ્યપ્રદેશના દમોહ જિલ્લાની છે. એક દલિત પરિવારના 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આમાં એક સભ્ય ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ ખસેડાયો છે. ઘટના બાદથી આરોપી ફરાર છે.


પણીતાએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર


યુપીના હનુમંત વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ગુલમોહર વિહારમાં પણીતાએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિ-પત્ની વચ્ચે છેલ્લા ધણા મહિનાઓથી ઝઘડો ચાલતો હતો. મંગળવારે શોભિતાએ તેના સાસરિયાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ મહિલાના પતિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.


પતિ સામે બેસીને તેનો વીડિયો બનાવતો રહ્યો. એના થોડા સમય બાદ પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પરિજનોએ હત્યાનો આક્ષેપ કરતાં હોબાળો મચાવ્યો હતો. આપઘાતની જાણ થતાં પહોંચેલી પોલીસે લાશનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સંજીવ ગુપ્તાના લગ્ન 4 વર્ષ પહેલા શોભિતા સાથે થયા હતા. 


NCPના મહિલા નેતા રેશ્મા પટેલે ગોંડલના યુવક સાથે કરી સગાઈ, ફેસબુક પર ફોટો શેર કરીને શું લખ્યું?


અમદાવાદઃ એનસીપીના મહિલા નેતા રેશમા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે સગાઈ કરી લીધી છે. આ અંગે તેમણે ફેસબુક પર પોસ્ટ કરીને સત્તાવાર જાણકારી આપી હતી. તેમણે રિંગ સેરેમનીના ફોટો અને વીડિયો શેર કર્યા છે. આ સાથે તેમણે લખ્યું છે કે, મેં મારું લાસ્ટ નામ ચેન્જ કરવાનો નિર્ણય કરી લીધો છે. મારા જીવનમાં આવેલી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે.  


નોંધનીય છે કે, રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. જોકે, તેમનો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવાલે વાળાસારા ગામમાં થયો હતો.  તેઓ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. આ પછી 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેમજ અત્યારે તેઓ એનસીપીમાં છે.