મુંબઈ: દેશમાં કોરોના મહામારીથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એકવાર ફરી લોકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 30 નવેમ્બર સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવાની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન સરકાર દ્વાર ‘મિશન બિગેન અગેઈન’ હેઠળ મળેલી છૂટછાટ યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 5 ઓક્ટોબરથી સમગ્ર મહારાષ્ટ્રમાં બાર રેસ્ટોરંટ ખોલવાની મંજૂરી આપી દીધી હતી. 50 ટકા ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવ્યા હતા. જ્યારે સ્કૂલ, કોલેજ અને બીજી શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓને બંધ રાખવામાં આવી છે. સરકારે મંગલવારે જ પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ રેલવેને લોકલ ટ્રેન ફરી શરુ કરવાની સલાહ સાથે પત્ર લખ્યો હતો.

મહારાષ્ટ્રમાં બુઘવાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 16,60,766 થઈ ગઈ છે. અને રાજ્યમાં મૃતકોની સંખ્યા 43,554 પર પહોંચી ગઈ છે.