સસ્પેન્ડ કરવામાં આવેલા સાત બળવાખોર ધારાસભ્યો
બીએસપીએ અસલમ રાઈની (ભિનગા-શ્રાવસ્તી), અસલમ અલી ચૌધરી (ઢોલના-હાપુડ), મુદતબા સિદ્દીરી (પ્રતાપપુર-ઈલાહાબાદ), હાકિમ લાલ બિંદ (હાંડિયા-પ્રયાગરાજ), હરગોવિંદ ભાર્ગવ(સિઘૌલી-સીતાપુર), સુષમા પટેલ (મુંગરા બાદશાહપુર) અને વંદના સિંહ (સગડી-આઝમગઢ)ને સસ્પેન્ડ કર્યા છે.
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું 'લોકસભા ચૂંટણીમાં એનડીએને સત્તામાં આવવાથી રોકવા માટે અમારી પાર્ટીએ સપા સરકારમાં મારી હત્યાના ષડયંત્રની ઘટનાને ભુલાવતા દેશમાં સંકીર્ણ તાકતોને રોકવા સપા સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી હતી. સપાના મુખિયા ગઠબંધન થયાના પ્રથમ દિવસથી જ એસસી મિશ્રાજીને કહી રહ્યા હતા કે હવે ગઠબંધન થઈ ગયું છે તો બહેનજીને 2 જૂનનો કેસ પરત લઈ લેવો જોઈએ, ચૂંટણી દરમિયાન કેસ પરત લેવો પડ્યો.'
માયાવતીએ કહ્યું, ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તેમનું વલણ અમારી પાર્ટીએ જોયું, તેના અમને લાગ્યું કે કેસ પરત લઈ ખૂબ મોટી ભુલ કરી અને તેમની સાથે ગઠબંધનનો અમારો નિર્ણય ખોટો હતો.