મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારે બુધવારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે 29 ફેબ્રુઆરીથી પાંચ દિવસના કામકાજના દિવસોની જાહેરાત કરી છે. હવે સપ્તાહમાં સરકારી કર્મચારીઓને બે દિવસની રજા મળશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


મહારાષ્ટ્રમાં સરકારી, અર્ધસરકારી અને સ્થાનિક સંસ્થાઓમાં 20 લાખથી વધુ અધિકારી અને કર્મચારી છે. અત્યાર સુધી મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓને મહિનામાં છ દિવસોની રજા મળતી હતી. દર મહિને રવિવાર સિવાય પ્રથમ અને અંતિમ શનિવારે રજા મળતી હતી.

કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓબીસી, એસઇબીસી, વીજેએનટી અને વિશેષ પછાત વર્ગ માટે રાજ્યના વિભાગ હવે બહુજન કલ્યાણ વિભાગના નામથી ઓળખાશે.