મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કરતા ગાયને રાજ્યમાતા જાહેર કર્યા છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે શાસને આ નિર્ણય લીધો છે કે ગાયનું ભારતીય સંસ્કૃતિ, વૈદિકકાળથી મહત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ આહાર માટે યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ, આ રીતે ગૌમૂત્ર જૈવિક ખેતી પદ્ધતિના મહત્વને ધ્યાનમાં લઈને હવેથી ગાયને રાજ્યમાતા તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે. 


ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં તેની પૂજા કરવાની પરંપરા છે. આ સિવાય તેનું દૂધ, મૂત્ર અને છાણ પવિત્ર માનવામાં આવે છે અને તેનો ભરપૂર ઉપયોગ પણ થાય છે. ગાયનું દૂધ માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, જ્યારે ગૌમૂત્રથી ઘણી બીમારીઓ દૂર કરવાનો દાવો કરવામાં આવે છે.


આયુર્વેદ કહે છે કે બાળકોને ગાયનું દૂધ પીવડાવવાથી તેમનો વિકાસ સુધરે છે અને બાળકો શાંત સ્વભાવના હોય છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે. પ્રાચીન ઈતિહાસમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગાયોની સેવા કરી હતી. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે.


ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપવાનો મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે રોજેરોજ ગૌહત્યા અને ગૌહત્યાના કેસ સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારો આ બાબતે સજાગ છે, પરંતુ આવા મામલાઓને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી.  


બોળચોથમાં ગાયની પૂજાનું મહત્ત્વ છે. ગાયનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યો છે આપણા શાસ્ત્રોમાં જે રીતે કહેવામાં આવ્યું છે કે, ગાયમાં 33 કરોડ દેવતા ગાયમાં વાસ કરે છે. ગાયના પ્રત્યેક અંગમાં દેવતાનો વાસ છે. ગાયના ગોબરને પણ પવિત્ર માનવામાં આવે છે. એક કથા મુજબ, જ્યારે ભગવાને ગાયના શરીરમાં દેવતાનું સ્થાન નક્કી કર્યું હતું. ત્યારે લક્ષ્મીજી થોડા મોડા પડ્યા ત્યારે કોઈ જગ્યા બચી ન હતી. જેથી કહેવાય છે કે, લક્ષ્મીજીએ ગોબરમાં વાસ કર્યું હતું.