રાજ્યમાં સરકાર બનાવવાને લઇને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે કૉમન મિનીમમ પ્રોગ્રામને લઇને ચર્ચા ચાલી રહી છે. બીજીબાજુ કહી શકાય કે શિવસેના પવારના દાવમાં બરાબરની ફસાઇ ગઇ છે. કેમકે તાજેતરમાં જ પવારની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં પવારની સાથે બીજેપીના ચાર સાંસદો દેખાઇ રહ્યાં છે. લોકો માની રહ્યાં કે પવાર મહારાષ્ટ્રમાં કંઇક નવો દાવો રમી રહ્યાં છે.
આ ઉપરાંત આજે દિલ્હીમાં મહારાષ્ટ્ર બનાવવાને લઇને કોંગ્રેસ અને એનસીપી નેતાઓ વચ્ચે બેઠક થવાની છે.
આજની બેઠક દિલ્હીમાં શરદ પવારના આવાસ પર યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ, મલ્લિકાર્જૂન ખડગે, સુશીલ કુમાર શિંદે, અશોક ચવ્હાણ અને પૃથ્વીરાજ ચૌહાણ, બાલાસાહેબ થોરાત, વિજય વડટ્ટીવાર ભાગ લેશે. વળી એનસીપી તરફથી શરદ પવાર, પ્રફૂલ પટેલ, અજિત પવાર અને જયંત પાટિલ, નવાબ મલિક હાજર રહેશે.