નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઇને મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં કૉવિડ-19ના વધતા કેસોના કારણે આની અસર દિલ્હી-મુંબઇ વિમાન અને ટ્રેન સેવાઓ પર પણ પડી શકે છે. દિલ્હી અને મુંબઇની વચ્ચે વિમાન અને ટ્રેન ચાલવા પર રોક લગાવવામાં આવી શકે છે. મહારાષ્ટ્રની ઉદ્વવ સરકાર આના પર વિચાર કરી રહી છે.

જોકે, મહારાષ્ટ્ર સરકાર તરફથી આના વિશે હજુ કોઇ ઓફિશિયલી જાહેરાત નથી કરી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજ્ય સરકાર આના વિશે બહુ જલ્દી ફેંસલો લઇ શકે છે. ઉદ્વવ સરકાર આ પ્રકારનો નિર્ણય રાજધાનીમાં કૉવિડ-19ના વધતા કેસોના કારણે લેવાનો વિચાર કરી રહી છે.

શુક્રવારે દિલ્હીમાં કોરોના સંક્રમણ 7500 નવા કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- દિલ્હીમાં વધતા કોરોનાના કેસો અને મોતના કારણે આની સીધી અસર એનસીઆર સહિત હરિયાણા અને રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે, જ્યાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.

દેશમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો.....
દેશમાં કોરોનાનો બોમ્બ ફરીથી ફુટ્યો છે, આ કારણે અનેક શહેરોમાં મર્યાદિત લોકડાઉન લગાવવાની ચર્ચા ચાલી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત બાદ હવે મધ્ય પ્રદેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.

અમદાવાદમાં ફર્ફ્યૂનો આદેશ....
ગુજરાતમાં અમદાવાદમાં આજે મોડી રાતથી બે દિવસ માટે સંપૂર્ણ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફ્યુ ભલે બે દિવસનું હોય પરંતુ લોકોમાં ફરીથી ડરની સ્થઇતિ જોવા મળી રહી છે કે ક્યાંક આ કર્ફ્યુ આગળ વધવામાં ન આવે. આ જ કારણે અમદાવાદના બજારોમાં આજે ભારે ભીડ જોવા મળી રહી છે.