Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં મહાયુતિની બંપર જીત, નવી સરકાર 25 નવેમ્બરે શપથ લેશે
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ વખતે કોની બનશે સરકાર? આજે આ સવાલનો જવાબ મળી જશે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ 25મીએ યોજાય તેવી શક્યતા છે. 26મીએ વિધાનસભાની મુદત પૂરી થવાના કારણે એક દિવસ પહેલા જ મહાયુતિની સરકાર બની શકે છે. અજિત પવારની એનસીપી આવતીકાલે સરકાર બનાવવા માટે મહત્વની બેઠક કરશે. બેઠક બાદ એનસીપી મહાયુતિને સમર્થનનો પત્ર રાજ્યપાલને સુપરત કરશે.
મહારાષ્ટ્રમાં NDAને પ્રચંડ બહુમત મળ્યું છે. મહાયુતિ 229 બેઠકો પર આગળ છે. ભાજપ એકલા 129 બેઠ પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે શિવસેના શિંદે 55 બેઠક અને એનસીપી અજીત પવાર 40 બેઠકો પર આગળ છે.
ગૃહમંત્રી અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે ફોન પર વાત કરી અને તેમને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા
મહારાષ્ટ્રમાં વલણોમાં ભાજપ ગઠબંધનને મોટી લીડ મળી છે. આ બધા વચ્ચે મહાયુતિએ આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી 25 નવેમ્બરે થશે. 26મીએ મહાગઠબંધન સરકારની રચના માટે દાવો રજૂ કરશે.
મહારાષ્ટ્ર ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, મહાયુતિ રાજ્યની 288 બેઠકોમાંથી 215 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને નાગપુર દક્ષિણ-પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસ તેમના મતવિસ્તારમાં 12,329 મતોના માર્જિનથી આગળ છે.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ઈવીએમ પર વિગતવાર ચર્ચા થવી જોઈએ, પરંતુ આજનો દિવસ તેના માટે નથી. પરિણામો અમારી તરફેણમાં આવ્યા નથી. અમને પાઠ ભણવા મળ્યો છે. મહાયુતિને તૈયારી માટે વધુ સમય મળ્યો. જે રીતે ચૂંટણીની તારીખો લંબાવવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં અમારું સારું અભિયાન હતું. મહારાષ્ટ્રના પરિણામો અમારી અપેક્ષાઓથી વિપરીત આવ્યા છે. અમે ખુશ છીએ કે અમે ઝારખંડમાં ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન 220 સીટો પર આગળ છે. કોંગ્રેસ ગઠબંધન માત્ર 55 બેઠકો પર આગળ છે. ઝારખંડમાં જેએમએમ ગઠબંધન ફરી સત્તામાં આવે તેવું લાગી રહ્યું છે. જેએમએમ ગઠબંધન 48 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 27 બેઠકો પર આગળ છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી પાછળ રહી જવા પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કંઈક ખોટું છે. આ લોકોનો અભિપ્રાય નથી. આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જનતાનો નિર્ણય નથી. અદાણી સામે બે દિવસ પહેલા વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ભાજપનું સમગ્ર રહસ્ય ખુલ્લું પડી ગયું હતું. આ બધું તેના પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યું છે. મુંબઈ ગૌતમ અદાણીના ખિસ્સામાં જઈ રહ્યું છે. અમે મહારાષ્ટ્રના લોકોનો મૂડ જાણતા હતા. દરેક મતવિસ્તારમાં નોટ મશીન લગાવવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં ભાજપ 131 સીટો પર, શિવસેના (શિંદે) 48 સીટો પર, એનસીપી (અજિત પવાર) 31 સીટો પર આગળ છે. કોંગ્રેસ 35 બેઠકો પર, શિવસેના (ઉદ્ધવ) 20 બેઠકો પર અને શરદ પવારની એનસીપી 10 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્રમાં ભાજપે 2014માં સૌથી વધુ 122 બેઠકો જીતી હતી. જો વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો ભાજપ મહારાષ્ટ્રમાં ઓલ ટાઇમ હાઇ રેકોર્ડ બનાવી લેશે.
ઝારખંડમાં ટ્રેન્ડનું ચિત્ર બદલાઈ ગયું છે. જેએમએમ ગઠબંધન ફરી એકવાર બહુમતનો આંકડો પાર કરી ગયો છે. બીજેપી ગઠબંધન અહીં 30 સીટો પર આગળ છે. જ્યારે જેએમએમ ગઠબંધન 48 સીટો પર આગળ છે.
વાયનાડ પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા 5,672 મતોથી આગળ છે. સીપીઆઈના ઉમેદવાર બીજા સ્થાને અને ભાજપ ત્રીજા સ્થાને છે.
ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, ઇન્ડિયા મહાગઠબંધન 15 બેઠકો પર આગળ છે (JMM 5, કોંગ્રેસ 5, RJD 3, CPI (ML) (L) 2), જ્યારે NDA 10 બેઠકો પર આગળ છે. આમાં ભાજપ 7 સીટ પર આગળ છે, AJSUP 3 સીટ પર આગળ છે. JLKM 1 સીટ પર આગળ છે. અન્ય અને અપક્ષો 1 સીટ પર આગળ છે.
પ્રારંભિક વલણો ઝારખંડમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. હવે ફરી ભાજપ ગઠબંધન રાજ્યમાં 44 બેઠકો પર આગળ છે. જ્યારે JMM ગઠબંધન 30 અને અન્ય 7 બેઠકો પર આગળ છે.
પ્રારંભિક વલણોમાં NDA મહારાષ્ટ્રમાં 101 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ ગઠબંધન 70 બેઠકો પર આગળ છે. પ્રારંભિક વલણો ઝારખંડમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. હવે ફરી ભાજપ ગઠબંધન રાજ્યમાં 35 બેઠકો પર આગળ છે. જ્યારે જેએમએમ ગઠબંધન 29 બેઠકો પર અને અન્ય 7 બેઠકો પર આગળ છે. યુપી પેટાચૂંટણીમાં ભાજપ ગઠબંધન 6 બેઠકો પર આગળ છે. જ્યારે સપા 3 સીટો પર આગળ છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ બંન્ને રાજ્યમાં પ્રારંભિક વલણો દર્શાવે છે કે ઇન્ડિયા ગઠબંધનને આંચકો લાગી શકે છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ 35 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 22 બેઠકો પર આગળ છે. ઝારખંડમાં ભાજપ 20 બેઠકો પર આગળ છે, જ્યારે જેએમએમ ગઠબંધન 16 બેઠકો પર આગળ છે.
શરૂઆતના ટ્રેન્ડમાં એનડીએને થોડી લીડ મળતી જોવા મળી રહી છે. ગઠબંધન 11 સીટો પર આગળ છે. જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી 10 બેઠકો પર આગળ છે.
મહારાષ્ટ્રમાં 5 સીટો પર પ્રારંભિક વલણો આવ્યા હતા. જેમાં કોંગ્રેસ 3 સીટો પર અને ભાજપ 2 સીટો પર આગળ છે.
પરિણામ આવતા પહેલા શિવસેના ઉમેદવાર શાઈના એનસીએ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા. મહાયુતિ સરકારની રચના માટે આશીર્વાદ માંગ્યા હતા.
દેશના 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠક, મહારાષ્ટ્રના નાંદેડ અને કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પણ મતગણતરી કરાશે. વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રાની ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટીની નવ્યા હરિદાસ વચ્ચે ટક્કર છે. આ સિવાય કેરળની પલક્કડ અને ચેલાક્કારા વિધાનસભા બેઠકની મતગણતરી પણ કરાશે. સાથે જ ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, પંજાબ, બિહાર અને કર્ણાટકની ચાર-ચાર, મધ્ય પ્રદેશ અને કેરળની બે બે બેઠક સાથે છત્તીસગઢ, મેઘાલયની એક એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પણ આજે પરિણામ જાહેર કરાશે. ઉત્તર પ્રદેશના મીરાપુરા, કુંદરકી, સીસામઉં, કટેહરી, ફુલપુર, મઝવા, ગાઝિયાબાદ, કરહલ અને ખૈર બેઠક પર 20 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયુ હતુ. રાજસ્થાનની ઝુંઝુનુ, રામગઢ, દૌસા, દેવલી-ઉનિયારા, ખીંવસર, સલુંબર અને ચૌરાસી બેઠક પર પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. પંજાબમાં ગિદ્દરબાહા, ડેરા બાબા નાનક, ચબ્બેવાલ અને બરનાલા વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણીનું મતગણતરી હાથ ધરાશે. કર્ણાટકની સંદુર, શિગ્ગાંવ અને ચન્નપટના વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. પશ્ચિમ બંગાળની સિતાઈ, મદારીહાટ, નૈહાટી, હરોઆ, મેદિનીપુર અને તાલડાંગરા વિધાનસભાની પેટાચૂંટણીના આજે પરિમાણ આવશે. અસમની ઢોલાઈ, સિડલી, બોંગાઈગાંવ, બેહાલી, સામાગુરૂ વિધાનસભા બેઠક, જ્યારે બિહારમાં તરારી, રામગઢ, ઈમામગંજ, બેલાગંજ અને મધ્ય પ્રદેશની વિજયપુર અને બુધની જ્યારે મેઘાલયમાં ગમબ્રેગેની પેટાચૂંટણીનું આજે પરિણામ આવશે..
મહારાષ્ટ્રમાં ભાજપે 149 બેઠકો, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસ, જે MVAનો ભાગ છે, તેણે 101 બેઠકો, શિવસેના (UBT) 95 અને NCP (શરદચંદ્ર પવાર) 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.
બ્રેકગ્રાઉન્ડ
Assembly Election 2024 Result Live Updates મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ વખતે કોની બનશે સરકાર? આજે આ સવાલનો જવાબ મળી જશે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન અને મહા વિકાસ અઘાડી (એમવીએ) વચ્ચે સ્પર્ધા છે, જે સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે ઝારખંડમાં આગામી સરકાર કોની બનશે તેનો પણ આજે જવાબ મળી જશે.
એક્ઝિટ પોલમાં બંને રાજ્યોમાં કોની સરકાર બનશે તેની પણ આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિની જીતની આગાહી કરવામાં આવી છે. ઝારખંડમાં બીજેપી ગઠબંધન જીતવાની આશા છે. જોકે, એક્ઝિટ પોલના પરિણામો સાચા રહેશે કે નહીં તે મતગણતરી સાથે સ્પષ્ટ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -