કોલકતા:નુસરત જહાં અશોકનગર સીટના ગુમામાં ટીએમસી(TMC) ઉમેદવાર નારાયણ ગોસ્વામી માટે પ્રચાર કરી રહી હતી અને અચાનક તેમણે રોડ શોમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો. જો કે પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને રોડ શોમાં હાજર રહેવા આગ્રહ કર્યો હતો. શું કારણ હતું જાણીએ...


પશ્ચિમ બંગાળના (west Bangal) 24 પરગના જિલ્લામાં અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રસની સાંસદ નુસરત જહાંને ગુસ્સો આવી ગયો હતો અને તે એક રોડ શોને વચ્ચે છોડીને જ જતી રહી હતી. નૂસરતે કહ્યું કે, તે એક કલાકથી વધુ રેલીમાં હાજર નહીં રહી શકે, ભલે પછી તે કામ મુખ્યમંત્રી મમતા બેનર્જીના સમર્થનમાં જ કેમ ન હોય.


નુસરત ( Nusrat jaha) અશોકનગર સીટ પર ગૂમામાં ટીએમસીના  ઉમેદવાર નારાયણ ગોસ્વામી માટે પ્રચાર કરી રહી હતી. જો કે તેમણે અચાનક જ રોડ શોમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો. જો કે પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને રોડ શોમાં રોકાઇ જવાનો આગ્રહ કર્યાં હતો.


બશીરહાટથી સાંસદના ટીએમસી(TMC)  કાર્યકર્તાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘હું એક કલાકથી વધુ રેલીમાં હાજર નહીં રહી શકે, ભલે પછી તે કામ મુખ્યમંત્રી મમતા બેનર્જીના સમર્થનમાં જ કેમ ન હોય’


નારાયણ ગૌસ્વામીએ આ મુદ્દ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ સમયે નુસરત જહાંનો પગ મચકોડાઇ ગયો હતો તેથી તેમણે રોડ શોમાં ભાગ લેવાની ના પાડી હતી. તો  બીજી તરફ બીજેપીએ “મમતા નંદીગ્રામથી હાર રહી છે” હૈશટેહથી ઘટનાનો વીડિયો  ટવિટર પર અપલોડ કર્યો છે. ઉલ્લખનિય છે કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડી રહી છે. અહીં તેનો મુકાબલો બીજેપીના શુભેન્દ્રુ અધિકારી સામે છે. આ બેઠક પર 1 એપ્રિલે ચૂંટણી થશે.



પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે. રાજ્યમાં 27 માર્ચના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું. બંગાળ અને અસમમાં બીજા તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે નંદીગ્રામમાં મમતા અને અમિત શાહ રેલી કરશે.