જયંત પાટિલે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રચવા માટે ખૂબજ તત્પર રહે છે. જયંત પાટિલે દાવો કરતા કહ્યું કે, 'ભાજપના 15 ધારાસભ્યો આજે પણ અમારા સંપર્કમાં છે. તેમની સાથે અમારા સારા સંબંધો છે જેથી અમે તેમના કામો કરીએ છે. તેમની માનસિકતાને પણ સમજીએ છે. પરંતુ ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ સારી વાત નથી. અમે આવી ભૂલ નહીં કરીએ. અમે અમારી સરકાર ટકી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તેમના 8 ધારાસભ્યોને ગુડગાંવ હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ પ્રયાસ કરાયો છે અને તેના થકી રાજયમાં કમલનાથ સરકારને ઉથલાવવાનો કારસો રચાઈ રહ્યો હોવાનો દાવો કરાયો હતો. જો કે ભાજપે કોંગ્રેસના આ દાવાને ફગાવી દીધો હતો.