Mumbai Rape: દેશની આર્થિક રાજઘાની મુંબઇમાં હૃદય કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં સાકીનાકા વિસ્તારમાં 30 વર્ષની યુવતીની સાથે નિર્ભયા જેવી દરિંદગી થઇ છે. યુવતી સાથે રેપ બાદ બર્બરતા પણ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેની હાલત નાજુક થઇ ગઇ. આ ઘટનામાં અત્યાર સુધીમાં એકની ઘરપકડ કરાઇ છે. પોલીસે જણાવ્યું કે પીડિતા હાલ બેભાન અવસ્થામાં છે. ભાનમાં આવ્યાં બાદ તેનું નિવેદન લેવાશે.
ટેમ્પોની અંદર કરવામાં આવ્યો રેપ
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ટેમ્પોની અંદર યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના 2012ની નિર્ભયા કાંડની યાદ ચોક્કસ અપાવે છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ઘટનાના થોડા કલાક બાદ જ 45 વર્ષિય આરોપી મોહન ચૌહાનની ધરપકડ કરી લેવાઇ છે.
પ્રાઇવેટ પાર્ટ્સ પર લોખંડના પાઇપથી હુમલો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે પોલીસ નિયંત્રણ કક્ષ ફોન આવ્યો કે, એક વ્યક્તિ એક મહિલાની ખૈરાની રોડ પર પિટાઇ કરી રહ્યો છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચતાં જ ખૂનથી લથપથ મહિલા પડી હતી. પીડિતાને રાજવાડી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. પ્રાથમિક તપાસ દ્રારા જાણવા મળ્યું છે કે, પ્રાઇવેટ પાર્ટસ પર લોખંડથી હુમલો કરાયો અને પીડિતા પર દુષ્કર્મ ગુજરાવામાં આવ્યું છે.
આરોપી સામે હત્યા અને દુષ્કર્મનો કેસ નોંધાયો
આ ઘટના રોડ કિનારે ઉભેલા એક ટેમ્પોની અંદર ઘટી. અધિકારીએ જણાવ્યું કે, વાહનની અંદર લોહીના ડાઘ પણ મળ્યાં, ડોક્ટરના કહ્યાં મુજબ પીડિતાની હાલત ગંભીર છે. કેટલાક પુરાવાના આધારે કાર્યવાહી કરતા આરોપી ચૌહાનને ભારતીય દંડ સંહિતા (આઇપીસી) એક્ટ 307 (હત્યાના પ્રયાસ) અને 376 (રેપ)ના આરોપસર આગળની કાર્યવાહી થશે.
સળીયો અંદર નાખવાથી પીડિતા મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમના આંતરડા બહાર આવી ગયા હતા.હાલ પીડિતા વેન્ટીલેટર પર છે. ડોક્ટરે કહ્યું કે, "ઓપરેશન બાદ મહિલાનું બોડી કઇ રીતે રિએક્ટ કરે છે તે પરથી કહી શકાય કે સ્થિતિ સુધરશે કે વધુ ગંભીર બનશે. હાલ જ્યાં સુધી સ્ટેબલ હેલ્થ ન રહે અન્ય હોસ્પિટલમાં પણ શિફ્ટ કરી શકાય તેમ નથી"
વર્ષ 2012માં દિલ્લીમાં બની હતી. ભયંકર ઘટના
ડિસેમ્બર 2012માં દિલ્લીમાં ચાલતી બસમાં યુવતી સાથે ગેંગરેપ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતો ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.જેના કારણે પીડિતાનું નિધન થયું હતું. આ ઘટનાને પગલે દેશમાં જનઆક્રોશ જોવા મળ્યો હતો.