મનસેના પાંચ રંગના ઝંડને હવે ભગવો રંગ આપી દીધો છે અને જાહેર કરેલા આ ધ્વજમાં શિવાજી મહારાજના શાસનકાળની મુદ્રા પ્રિન્ટ કરવામાં આવેલી છે.
અમિત ઠાકરેને રાજનીતિમાં લાવવાનો નિર્ણય રાજ ઠાકરેએ એવા સમયે લીધો છે જ્યારે તેના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને ભત્રીજો આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળી રહ્યો છે.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે છેલ્લા લાંબા સમયથી રાજકીય ખેંચતાણ ચાલી રહી છે અને આ લડાઈમાં હંમેશા ઉદ્ધવ ઠાકરેનું પલડુ ભારે રહ્યું છે. હવે બન્ને ભાઈઓની આગલી પેઢીએ રાજનીતિમાં આવી ગઈ છે.
હાલમાં જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એમએનએસએ 101 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પરંતુ માત્ર એક સીટ પર જ જીત મળી હતી.