મુંબઈ: રાષ્ટ્રીવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને આજે પેટમાં દુખાવો થતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શરદ પવારે રવિવારે પણ પેટમાં દુખાવો થયા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.


તપાસમાં ખબર પડી કે તેમને બ્લૈડરની  સમસ્યા છે.  ડોક્ટર્સે તપાસ બાદ તેમને રજા આપી દીધી હતી. બુધવારે તેમને બ્લૈડરની સર્જરી થવાની છે. પણ મંગળવારે પેટમાં અતિશય દુખાવો વધી જતાં તેમને બ્રિચ કૈન્ડી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.


ડૉક્ટરોએ 31 માર્ચે હોસ્પિટલમાં દાખલ થવાની અને એંડોસ્કોપી અને સર્જરી કરવાની વાત કરી હતી. પરંતુ પેટમાં દુખાવો થતા તેમને આજે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 



એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું, અમારી પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને કાલે એન્ડોસ્કોપી અને સર્જરી પ્રક્રિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવાના હતા પરતું તેમને ફરી પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.