આ મુદ્દા પર એનસીપી અધ્યક્ષ શરદ પવાર કાલે રાત્રે મોટું નિવદેન આપ્યું છે. તેમણે કહ્યું હજુ સરકાર બનાવવામાં સમય લાગશે. કાલે એટલે કે રવિવારે પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત પણ કરવાના છે. સૂત્રોની જાણકારી મુજબ શિવસેના ઈચ્છે છે કે કાલે એટલે બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર સરકાર બને.
મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની સરકાર બનવાના સમાચારો વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું અમારી પાસે સૌથી વધુ સંખ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના નેતાઓ સમક્ષ એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 119 ધારાસભ્યોની સાથે અમે રાજયમાં ભાજપ સરકાર બનાવીશુ. અમે રાજયને એક સ્થિર સરકાર આપશું.