Maharashtra Car Accident:  મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મંગળવારે સવારે એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના સામે આવી છે. ગત રાત્રે 7 મેડિકલ સ્ટુડન્ટ્સ (MBBS સ્ટુડન્ટ્સ) બ્રિજ પરથી તેમની કાર નદીમાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા. મળતી માહિતી મુજબ મેડિકલના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના દાવેલીથી મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના વિદ્યાર્થીઓ 20 થી 35 વર્ષની વય જૂથના હોવાનું કહેવાય છે. ઘાયલોને વર્ધા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.





યવતમાલથી સવાંગી પરત ફરતા હતા


વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે કાર સેલસુરા નજીક એક પુલ પરથી પડી હતી. કારમાં સવાર વિદ્યાર્થીઓ વર્ધા જઈ રહ્યા હતા. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. ગાડીમાં સવાર સાતેય વિદ્યાર્થી સવાંગી મેઘ મેડિકલ કોલેજમાં ભણતા હતા. તેઓ યવતમાલથી સવાંગી પરત ફરતા હતા. એસપી પ્રશાંત હોલ્કરે જણાવ્યું કે, દુર્ઘટના રાત્રે 11.30 કલાકે બની. મૃતકમાં તિરોડા વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય વિજય રહાંગડાલેનો પુત્ર આવિષ્કાર પણ સામેલ છે. આ ઉપરાંત નીરજ ચૌગાણ, નિતીશ સિંહ, વિવેદ નંદર, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ, પવન શક્તિના પણ મોત થયા છે.






મોદીએ કરી જાહેરાત


PM મોદીએ મૃતકોના પરિવારજનોને બે લાખની જ્યારે ઘાયલોને 50 હજાર સહાયની જાહેરાત કરી છે.