કોરોના સંક્રમણ મહારાષ્ટ્રમાં ફરી એક વખત ઝડપથી વધી રહ્યું છે. જેથી રાજ્ય સરકાર સક્રિય બની કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે રાજ્ય સરકારે અમરાવતી 7 દિવસનાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો આગામી 1 માર્ચ સુધી અમલી રહેશે, લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને જ ઉપસ્થિત રહેવાની મંજુરી આપવામાં આવી છે. આ સાથે જ શાળા કોલેજો બંધ રહેશે. જો કે આ દરમિયાન અનિવાર્ય સેવાઓ ચાલું રહેશે.




આ પહેલા પુણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આવશ્યક સેવા સિવાય કોઈ પણ અવર જવર પર રોક લગાવી દીધી છે. સ્કૂલ અને કોલેજો 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવી ગાઈડલાઈન સોમવારથી લાગુ થશે.

મહારાષ્ટ્રમાં શનિવારે 6000થી વધુ કેસ સામે આવ્યાં. શનિવારે કુલ સંક્રમિતોની સંખ્ચા 20,93, 913 સુધી પહોંચી છે. તો 40 લોકોના વધુ મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા વધીને 51,753 થઇ ગઇ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 48,436 છે.

કોરોના નિષ્ણાતોને અમરાવતી અને યવતમાલમાં બે નવા મ્યુટેશન મળી આવ્યા છે. જે અન્ટિબોડીને નિષ્ક્રિય કરી શકે છે, રાજ્યનાં અન્ય જિલ્લાઓની તુલનામાં કોરોનાનાં કેસ અહીં વધ્યા છે.