નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના બાગી ધારાસભ્ય અલકા લાંબા આજે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. અલકા લાંબાએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા તેમની કૉંગ્રેસમાં સામેલ થવાની અટકળો તેજ થઈ છે.


અલકા લાંબાએ સોનિયા ગાંધી સાથેની મુલાકાતની તસવીર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. અલકા લાંબાએ ટ્વિટ કરતા લખ્યું, શ્રીમતી સોનિયા ગાંધી કોંગ્રેસની અધ્યક્ષ જ નહી પરંતુ યુપીએની ચેરપર્સન પણ છે અને સેક્યુલર વિચારધારાની એક મોટી નેતા પણ છે. આજે તક મળી છે તો દરેક મુદ્દાઓ ઉપર ખુલીને વાત કરી.

અલકા લાંબાએ પોતાના રાજકીય જીવનની શરૂઆત કોંગ્રેસમાંથી કરી હતી. અલકા લાંબા દિલ્હી ચાંદની ચોકનાં ધારાસભ્ય છે.