EOWએ કહ્યું,અજિત પવાર પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા હતા. આમાં ક્રિમીનલી કઈ ખોટુ નથી જોવા મળ્યું. સિવિલ મામલામાં કંઈક ગડબડ છે પરંતુ આ ફોજદારી કેસ બનતો નથી.
મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક કૌભાંડ મામલે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ પર ઓગસ્ટ 2019ના એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર સહિત 69 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર 10 નવેમ્બર 2010થી 26 સપ્ટેમ્બર 2014 સુધીનાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. અન્ય આરોપીઓમાં પીજેન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટીના નેતા જયંત પાટિલ અને રાજ્યના 34 જિલ્લામાં બેંક ઈકાઈના અધિકારીઓ સામેલ છે.
તેના પર આઈપીસીની કલમ 420 (છેતરપિંડી અને બેઇમાની), 409 (નોકરિયાત અથવા બેંકર, ઉદ્યોગપતિ અથવા એજન્ટ દ્વારા વિશ્વાસનો ભંગ), 406 (ગુનાહિત ભંગ બદલ સજા), 465 (છેતરપિંડીની સજા), 467 (કિંમતી વસ્તુઓની છેતરપિંડી) અને 120 બી (ફોજદારી કાવતરુાની સજા) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટના જસ્ટીસ એસ.સી.ધર્માધિકારી અને ન્યાયાધીશ એસ.કે. શિંદેની ખંડપીઠે 22 ઓગસ્ટના રોજ કહ્યું કે આ કેસમાં આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા છે અને EoW ને પાંચ દિવસમાં કેસ દાખલ કરવા નિર્દેશ આપ્યા હતા. હકીકતમાં, મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકને 2007 અને 2011 ની વચ્ચે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું જેમાં આરોપીઓની કથિત રીતે મિલીભગત હતી.