મુંબઈઃ સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે રાજીનામું આપી દીધું હતું. રાજ્યપાલે બુધવારે સવારે 8 કલાકે વિધાનસભા સત્ર બોલાવ્યું છે. જ્યાં પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકર ધારાસભ્યોને શપથ લેવડાવશે. 28 નવેમ્બરે સાંજે 5.30 કલાકે ઉદ્ધવ ઠાકરે સાંજે 5 કલાકે શપથ ગ્રહણ કરશે.


રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ગઠબંધનના નેતાઓએ મીડિયાને જણાવ્યું , "28 નેમ્બરે સાંજે 5.30 કલાકે ઉદ્ધવ શપથ લેશે. શિવાજી પાર્કમાં આ કાર્યક્રમ યોજાશે. ત્રણેય દળના નેતાઓ દ્વારા રાજ્યપાલને સમર્થનની ચિઠ્ઠી સોંપવામાં આવી છે. મંત્રીઓ અને વિભાગો પર હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી."


શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક માટે ત્રણેય પાર્ટીઓના નેતા અને ધારાસભ્યો મુંબઈની હોટલ ટ્રાઈડેંટમાં પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પત્ની અને પુત્રો સાથે આવ્યા હતા. શિવસેના નેતા એકનાથ શિંદેએ, એનસીપી નેતા નવાબ મલિકે, કોંદ્રેસ નેતા નિતિનરાવ રાઉતે સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામને મંજૂરી આપી હતી. સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રના અધ્યક્ષ અબુ આઝમીએ પણ સંયુક્ત બેઠકમાં ઠાકરેના નામને મંજૂરી આપી હતી.


શરદ પવારે કહ્યું, ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ અઘાડીના નેતા પસંદ કરવામાં આવ્યા છે. ત્રણેય પક્ષોએ ભેગા થઈને ગઠબંધનના નેતા પસંદ કર્યા છે. જનતાએ જે જવાબદારી આપી છે તેને અમે નિભાવીશું. તેમણે એમ પણ કહ્યું કે, મહા વિકાસ અઘાડીના ત્રણ પ્રતિનિધિઓ આજે રાજ્યપાલને મળશે. શપથ સમારંભ 1 ડિસેમ્બરે, શિવાજી પાર્કમાં યોજાશે.


મહારાષ્ટ્રઃ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શું લાગ્યા પોસ્ટર ? જાણો વિગત

સુરતઃ હેલમેટ વગર જતી હતી મહિલા, પોલીસે અટકાવીને આપ્યો મેમો ને પછી.......

શરદ પવારે એવો શું પાવર દેખાડ્યો કે માની ગયા અજીત પવાર ? જાણો વિગત